તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:કપડવંજ તાલુકામાં અનેક સ્થળોએ રસી ઝુંબેશ શરૂ

કપડવંજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 42 ટકા લોકોએ રસી મુકાવી

કપડવંજમાં સુંદર જબરદસ્ત પ્રતિસાદ સાપડી રહ્યો છે આ માટે અત્રેના આરોગ્ય ખાતા દ્વારા નક્કી કરવામાં આવેલા કુલ 71626ના લક્ષ્યાંક સામે 30113 લોકોએ જાગૃતિ દાખવીને રસી મુકાવતા કુલ 42 ટકા સિધ્ધિ હાંસલ થઈ છે નવાઈની વાત તો એ હતી કે જ્યારે સત્તાવાળાઓ દ્વારા આ રસી મુકવા માટે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે લોકોએ તેને ગણકારી નહોતી અરે સત્તાવાળાઓએ સામેથી રસી મુકાવવા લોકોને અનુરોધ કરવો પડતો હતો અને હવે જ્યારે રસી મુકાયા બાદ કોરોનાવાયરસ સામે રક્ષણ મળી રહ્યાની હકીકત સામે આવી ત્યારે લોકો સામેથી આ રસી મુકાવવા માટે ઉમટી પડતા હતા અને તેથી એવી પરિસ્થિતિનું સર્જન થયુ કે રસીનો જથ્થો ખૂટી જવા માંડ્યો હતો પરિણામે અત્યારે લોકો આ રસી મુકાવવા માટે પડાપડી કરી રહ્યા છે.

ત્યારે રસીનો જથ્થો ઉપલબ્ધ નથી કપડવંજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અર્બન આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાલુકા ના અનેક સ્થળોએ આ રસી મૂકાઈ રહી છે અને પ્રારંભિક તબક્કામાં કોરોના વોરીયર્સ તથા ફ્રન્ટલાઈન વર્કર્સને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો