સરકારના રૂપિયા પાણીમાં:લાખોના ખર્ચે બનેલા અંકલઈ ગ્રામ પંચાયતને ખંભાતી તાળા

કપડવંજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાની અંકલઈ ગ્રામપંચાયતમાં મકાન બનીને તૈયાર છે. થોડા સમય પહેલા ખાનગી રીતે ઉદઘાટન પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હાલમાં પંચાયતઘર ધૂળ ખાઈ રહી છે. ગામના નાગરિકોને પંચાયતના કામો માટે અન્ય પંચાયતોનો આધાર રાખવો પડે છે.

વધુમાં તંથડી ગામના યુવાન સુરેશભાઈ ભોઈના જણાવ્યા મુજબ ગ્રામપંચાયત ઘર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી રોડથી અડધો ફૂટ જેટલું નીચાણવાળા વિસ્તારમાં છે જેથી વરસાદી પાણી ભરાવાનો ભય છે. જમીનને સમાંતર બનેલા પંચાયત ઘરમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મીલીભગત હોય તેવું જણાઈ આવે છે. પંચાયતનું કામ કામ પૂર્ણ થઇ ગયેલ છે. લાઈટનું જોડાણ અને કોમ્પ્યુટર સેટ પણ આવી ગયેલ છે. પરંતુ, રેવન્યુ રેકર્ડ અલગ ન હોય નાગરિકોને આંબલીયારા પંચાયત સુધી ધક્કા ખાવા પડે છે. જેથી, અલગ રેવન્યુ રેકોર્ડ પણ પંચાયતને આપવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...