ધરપકડ:કપડવંજ તાલુકાના બેટાવાડા પાસેથી બે નકલી પોલીસ ઝડપાયા

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક કેમ નથી પહેર્યું કહી તોડ કરવાનો પ્રયાસ કરતા હતા
  • કોઇકે​​​​​​​ જાણ કરતાં અસલી પોલીસ પહોંચી જતા ભાંડો ફુટ્યો

કપડવંજ તાલુકાના બેટાવાડા પાસે નકલી પોલીસનો રોફ જમાવતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે એક ફરાર થઈ ગયો છે. બેટાવાડા પાસે નિરમાલી તરફ કપડવંજ શહેરના હારુંન ઉર્ફે ગુલશન મજીદભાઈ શેખ પીયાગો રીક્ષા લઈ જતા હતા દરમિયાન સફેદ રંગની બ્રિઝા કારમાં સવાર રાજ કંચનલાલ ચૌહાણ મદારી, પવનનાથ ઠાકોરનાથ મદારી તથાઅર્જુનલાલ તોફાન નાથ મદારી તમામ રહેવાસી દહેગામ જીલ્લો ગાંધીનગરનાઓએ હારુનની પીયાગો રિક્ષા ઊભી રખાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હારુંનને કહ્યું માસ્ક કેમ નથી પહેર્યું.

જેથી પીયાગો રીક્ષા ના ડ્રાઇવર હારુને તમે કોણ છો, તેમ કહી તે લોકોની પુછ પરછ કરી હતી. બંને વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી, તે દરમિયાન કોઈએ પોલીસને જાણ કરી દેતા કપડવંજ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી. દરમિયાન આરોપી ઓ રીક્ષા ચાલકને પોલીસ હોવાનો દમ આપી રૂપિયાની માંગ કરતા હોવાની હકીકત મળી આવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે તેમની સાથેનો અન્ય એક આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...