તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજ નિષ્ઠા:26 એપ્રિલે લગ્ન અને 30 એપ્રિલે નર્સ ફરજ પર હાજર થઇ ગઇ

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ- બાળકો અને પરિવારનો વિચાર કર્યા વગર ફરજ બજાવતી બે નર્સો

કપડવંજના જે. બી. મહેતા હોસ્પિટલ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કોવીડ સેન્ટરમાં બે સેવાભાવી નર્સો પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવી ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે. જેમાં સંગીતાબેન રોનકકુમાર ઝાલા(ઉ.વ.26)એ રોનકભાઈ ભોજાણી સાથે તારીખ 26-4-2021ના રોજ લગ્ન થયા અને તા. 30-4-2021ના રોજ પ્રભુતામાં પગલા પાડયા હતા અને માત્ર ચાર જ દિવસ એટલે કે તારીખ 30 ના રોજ ફરજ ઉપર હાજર થઇ ગયા હતા. કુદરતની કઠણાઈ પણ કેવી છે કે હાલ તેમના પતિ રોનકકુમાર કોવીડ પોઝીટીવ છે અને તેઓ પણ કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇ રહ્યા છે.

જ્યારે બીજા એક નર્સના પરિવારના સભ્યોના કોરોનાથી મોત નિપજ્યા છે અને તેમના પુત્ર અને પુત્રવધૂ પણ કોવીડ પોઝિટિવ હોવા છતાં પણ ફરજ નિષ્ઠા સમજી ફરજને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે. કપડવંજના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સમાન મહિલા તબીબો નર્સિંગ સ્ટાફ અને પેરા મેડિકલમાં ફરજ બજાવતી મહિલાઓ પોતાના પતિ બાળક અને ઘરનો પણ વિચાર કર્યા વગર પોતાની ફરજ અદા કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...