કપડવંજના ચારણીયા પૂલ પરથી બુધવારે સવારે 9થી 10 કલાકની આસપાસ એક આધેડે નર્મદા નહેરમાં ઝંપલાવ્યું હતું. જેના મોતને લઈને હજુ પણ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. કારણ કે, હજુ સુધી આધેડનો મૃતદેહ મળ્યો નથી. એટલે આતરસુંબા પોલીસે હજુ સુધી ફરિયાદ નોંધી નથી. તો બીજી તરફ મૃતકની ગાડીમાંથી મળેલી 3થી 4 બ્લેડ અને ડ્રાઈવર સીટ પરથી મળેલા લોહીના ડાઘ અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. જેને લઈને પોલીસ કંઈ પણ જવાબ આપી રહી નથી. જો કે, ગાડીના નંGj 18 BE 5778 પરથી મૃતકના પરિવારજનોને જાણ કરી દેવાઈ હતી અને તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં 45 વર્ષિય મૃતકનું નામ સંજય રામગોપાલ વર્મા છે અને તે અમદાવાદના નવરંગપુરામાં રહેતો હોવાનું સામે આવ્યું છે. મૃતકના પરિવારે પણ જણાવ્યું છે કે, સંજયભાઈની ભાળ ના મળતા તેમને અમદાવાદ ખાતે ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ આપી હતી. પરંતુ અનેક પ્રયાસો છતાં હજુ સુધી મૃતક સંજયની કોઈ માહિતી મળી નથી. એટલે તમામ સવાલો ઠેરને ઠેર જોવા મળી રહ્યાં છે. ત્યારે રહીશોમાં હત્યા અને આત્મહત્યાને લઈને તર્ક-વિતર્ક ચર્ચાઈ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.