તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રામાણિકતા:કપડવંજમાં 108ના કર્મીએ યુવકના 91 હજાર રોકડા પરત કર્યા

કપડવંજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
લસુન્દ્રાથી લાડવેલ ચોકડી વચ્ચે પૂરપાટ ઝડપે જતી કાર ગટરમાં ઊતરી જતાં તેનો ચાલક ઘવાયો હતો. - Divya Bhaskar
લસુન્દ્રાથી લાડવેલ ચોકડી વચ્ચે પૂરપાટ ઝડપે જતી કાર ગટરમાં ઊતરી જતાં તેનો ચાલક ઘવાયો હતો.
 • લસુન્દ્રાથી લાલડેવલ ચોકડી વચ્ચે કાર ગટરમાં ઊતરી જતાં ચાલક ઘવાયો હતો

કપડવંજ 108ના કર્મીઓએ કોરોના વોરિયર્સ તરીકેની ફરજો સાથે પ્રામાણિકતાનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લસુન્દ્રાથી લાડવેલ ચોકડી વચ્ચે પુરપાટ ઝડપે જતી કાર ગટરમાં ઉતરી જતાં તેનો ચાલક ઘવાયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમયે તેની પાસે રહેલા 91 હજાર રોકડા 108ના કર્મચારીએ પરત કર્યાં હતાં. કઠલાલના લસુન્દ્રાથી લાડવેલ ચોકડી વચ્ચે પુરપાટ ઝડપે જતી કાર આગળ કોઇ જાનવર આવી જતાં કાર પલટીને નજીકની ગટરમાં પલટી ગઈ હતી. આ ઘટના અંગે 108ને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં રાકેશભાઈ પટણી ગોધરાથી અમદાવાદ પોતાની કારમાં જઇ રહ્યાં હતાં. તે સમયે લસુન્દ્રાથી લાડવેલ ચોકડી વચ્ચે કાર આગળ કોઈ જાનવર આવી ગયું હતું.

જેને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, અજાણ્યા વ્યક્તિએ 108માં કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી. જેને પગલે 108 કપડવંજનો સ્ટાફ ઈએમટી દિલીપભાઈ પરમાર અને પાયલોટ રમેશભાઈ શર્મા સ્થળ પર પહોંચ્યાં હતાં અને ઘાયલ રાકેશભાઈને કઠલાલ કેરવેલ હોસપિટલમાં દાખલ કર્યાં હતાં. તેમના સામાન અને થેલીમાંથી રોકડ રૂ.81 હજાર અને ખીસ્સામાંથી દસ હજાર રૂપિયા રોકડા મળ્યા હતા. આમ કુલ રૂપિયા 91 હજાર રોકડા ઇએમટી દિલીપભાઈ અને પાયલોટ રમેશભાઈએ દર્દી રાકેશભાઈ પટણીના પત્ની તારાબહેન પટણીને સહી સલામત પરત આપ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો