ગુણવત્તાવીહીન મટીરીયલ:30 કરોડના ખર્ચે બનેલ રોડના 3 વર્ષમાં જ સળીયા દેખાવા માંડયા

કપડવંજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજના સિકંદર પોરડાથી પાંખીયા બાયપાસ રોડ ખખડધજ બન્યો

કપડવંજ તાલુકાના સિકંદર પોરડાથી પાંખીયા બાયપાસ રોડ જે સ્ટેટ હાઈવેમાં આવેલો છે આ બાયપાસ માર્ગ ઉપર દિલ્હી રાજસ્થાનનો ટ્રાફિક સતત અવર જવર કરતા આ રસ્તાને ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૩૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. આ રોડનું નિર્માણને ત્રણ વર્ષ જેટલો સમય પણ નથી થયો છતા પણ વારંવાર વરસાદ અને ગુણવત્તાવીહીન મટીરીયલ વપરાતા રોડ ખખડધજ બની ગયો છે.

આ અંગે કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતીનભાઇ પટેલે સરકારી અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં પણ આ રોડ પર સિમેન્ટ કોંક્રીટ થયેલ વિસ્તારોમાં સળિયા બહાર નીકળી જવાથી અને ખાડા પડી જવાથી નાના વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ત્યારથી આ રોડ બનવાની શરૂઆત કરી છે ત્યારથી થીગડા મારી રોડની અવદશા કરી હાલ કાપડીની વાવથી પાખીયા રોડ પર કમોસમી વરસાદ થી ખુબ જ ધોવાણ થઈને નુકસાન થવા પામેલ છે.

આ રોડ ચોમાસામાં કેટલો ઉપયોગી રહેશે એ તો સમય જ બતાવશે. ભવિષ્યમાં આ રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થશે. ત્યારે કપડવંજ શહેરમાં ટ્રાફિકનું ભારણ વધવાથી કપડવંજની શાળા-કોલેજના વિદ્યાર્થીઓને વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વઘશે તે માટે કોણ જવાબદાર?

અન્ય સમાચારો પણ છે...