તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કપડવંજમાં વીજ સપ્લાય બંધ કરાય છે, પણ કામ થતું નથી

કપડવંજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમજીવીસીએલ દ્વારા પ્રિમોનસુન કામગીરી શરૂ
  • આગામી દિવસોમાં અકસ્માત સર્જાય તે પહેલાં મરામત જરૂરી

કપડવંજ શહેરમાં એમ.જી.વી.સી.એલ. દ્વારા મેન્ટેનન્સના નામે દર શુક્રવારે નિયત કરેલ વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ કરવામાં આવે છે શું એમજીવીસીએલ પ્રી-મોનસુન પ્લાન સફળ બનાવવા આ કામગીરી થતી નથી.કપડવંજ શહેર જી.આઇ.ડી.સી. વિસ્તારમા હાઇ વે પર આવેલ ફિડર અને રેલ્વે સ્ટેશન પાસે રહેણાક વિસ્તારમા આવેલ ફિડરનું એમજીવીસીએલ દ્વારા પ્રિમોન્સુન અને પોસ્ટ મોન્સુન મેન્ટેનન્સ કરવામા આવતુ હોય છે.

પરંતુ એમજીવીસીએલ વિભાગ દ્વારા કોઇપણ જાતની મેન્ટેનન્સને લગતી કામગીરી હાથ ધરવામાં આવતી નથી. ઉપરાંત રેલ્વે સ્ટેશને આવેલ ફિડર કે જેનાં પોલ ઉપરથી તુટી ગયેલ છે અને ગમે ત્યારે અકસ્માત સર્જે તેવા છે અને ઉપયોગમા લેવા લાયક ન હોવા છતા તે પોલ ઉપર સર્વિસ લાઈન/મિટર જોડાણ અને સ્ટ્રીટ લાઈટનુ જોડાણ કરેલ છે પોલ પર લીલો ઘાસચારો પણ થઇ ગયો છે. જેની સાફસફાઇ હાથ ધરવામાં આવ તેવી માંગ ઉઠી છે.

એમજીવીસીએલનું તંત્ર આ બાબતે બેદરકારી દાખવી રહ્યું હોવાનુ કપડવંજ તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ અમીતસિંહ ચૌહાણે જણાવ્યું હતું. જેથી સંબંધીત અધિકારીને વહેલી તકે આગામી દિવસોમાં કોઈ અકસ્માત ના સર્જાય અને પોતાની જવાબદારીમા આવતા કપડવંજ શહેરના આવા જે કામો અધુરા છે તે જાત માહિતિ મેળવી પુર્ણ કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...