તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલત કફોડી:કપડવંજમાં તરબૂચની ખેતી કરનારા ખેડૂતોની કફોડી હાલત

કપડવંજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તરબૂચનો ભાવ મણે 60 રૂપિયા જેટલો થતા ફટકો પડ્યો

કપડવંજ અને બાલાસિનોર પંથકમાં ખેડૂતોએ શિયાળુ પાકમાં તરબૂચનું વાવેતર કર્યું છે. હાલ તરબૂચનું વાવેતર કરી રહેલા ખેડૂતોની હાલત કફોડી બની છે. કપડવંજ તાલુકાના પૂર્વ ગાળાની બાજુમાં આવેલા ભાથરાલાટના ખેડૂત મીતુલભાઈ પટેલના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ખેડૂતોએ શિયાળુ પાકમાં તરબૂચનું વાવેતર કર્યું છે. ખેડૂતો મોંઘાદાટ બિયારણ ખાતર દવા અને મજૂરી ખર્ચ કરી પાકુ કર્યું છે. પરંતુ હાલ ખેડૂતોને તરબૂચના ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખૂબ જ મહેનતથી તૈયાર કરેલો તરબૂચનો પાક તૈયાર થવા આવ્યો છે. તરબૂચની માંગ દિલ્હી બાજુ વધારે હોય છે.

હાલ ખેડૂત આંદોલન દિલ્હીમાં ચાલી રહ્યું હોવાથી માલ બહાર જઈ શકતો નથી અને કોઈ વેપારી તરબૂચ ખરીદવા તૈયાર નથી. તૈયાર કરાયેલા તરબૂચ ખેતરમાં પડી રહેતાં મોટું નુકસાન ખેડૂતો ભોગવી રહ્યા છે. બજારમાં વેચવા જાય ત્યારે તેનો ભાવ મણે 60 રૂપિયા જેટલો આવે છે પોસાય તેમ નથી અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે આને લઇને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો