રજૂઆત:રેલવે સ્ટેશન પર ચાલતી રો-મટીરીયલની કામગીરીથી 2500 બાળકો સહિત 15000 લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં

કપડવંજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજના વોર્ડ 3-7ના પ્રતિનિધિમંડળની સાંસદને રજૂઆત

કપડવંજ રેલવે સ્ટેશન પર ચાલતી રો મટીરીયલ અને સિમેન્ટનો કાચો માલ ઝેરી ક્લીન્કરની કામગીરીથી થતુ પ્રદુષણ અટકાવવા સ્થાનિક આગેવાનોએ મંગળવારે સાંસદને રજુઆત કરી હતી. કપડવંજ ખાતે કાર્યક્રમમાં આવેલ દેવુસિહ ચૌહાણની મુલાકાત લઈ આ ઝેરી પ્રદુષણ અટકાવવા લેખિત રજુઆત કરવામાં આવી છે.

શહેરના વોર્ડ નંબર 3-7ના જાગૃત નાગરિકોનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે કપડવંજ રેલવે સ્ટેશન પર ચાલતી રો-મટીરીયલ અને સિમેન્ટનો કાચો માલ ઝેરી ક્લીન્કરની કામગીરીથી થતું પ્રદૂષણ સત્વરે બંધ કરવા તેમજ રેલવે સ્ટેશન પર ચાલતી રો મટીરીયલ અને સિમેન્ટનો કાચો માલ ઝેરી ક્લીન્કરની કામગીરીનું સ્થળાંતર કરી નાગરિકોના આવાસ–નિવાસથી દુર લઇ જવા જણાવ્યું હતું.

આશરે 15 હજારથી વધુ નાગરીકોને પડતી તકલીફો, ખેતીના પાકને થતું મોટું નુકસાન તેમજ વિસ્તારમાં ભણતા આશરે 2500 થી વધુ બાળકોની તકલીફ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. અને સાંસદ દેવુંસિંહ ચૌહાણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરાંત વિસ્તારના લોકોની સમસ્યા અંગે ઘટતું કરવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...