તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કરસનપુરા-જગડુપુરના રોડ બે વર્ષથી રિપેર કરાયા નથી

કપડવંજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છાસવારે સર્જાતા નાના-મોટા અકસ્માતો

કપડવંજ તાલુકાના કરસનપુરા-જગડુપુર-લાડુજીના મુવાડા-વઘાસ પથોડાફાટાને જોડતો રોડ ભંગાર થયો છે. આ રસ્તાઓને છેલ્લાં બે વર્ષથી ડામરથી પેવર કરાયા નથી. રસ્તાકામ માટે માર્ગ અને મકાન વિભાગ તથા કપડવંજ ધારાસભ્ય મારફતે કોઇ ગ્રાન્ટ વાપરવામાં આવી નથી કે કોઇ કામગીરી કરવામાં આવી નથી તેમ જણાવતાં ખેડા જિલ્લા પંચાયત સદસ્ય ધનવંતસિંહ ચૌહાણે કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીને રૂબરૂ મળી આ રોડની બદતર હાલત અંગે રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું કે, આ માર્ગનો ઉપયોગ રાજ્યભરમાંથી આસ્થાનું ધામ ઘડિયા વહાણવટી માતાજીનું મંદિરે દર્શન કરવાં આવતાં શ્રધ્ધાળુઓ કરે છે. આ અંગે કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભીને રજૂઆત કરી તેમની ગ્રાન્ટમાંથી રસ્તાઓનું નવીનીકરણ કરવાની માગણી દોહરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો