અંતિમ સંસ્કાર:શહીદ હરીશસિંહના આજે સવારે થશે અંતિમ સંસ્કાર

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વણઝારિયા ગામે રસ્તા રીપેરીંગનું કામ શરૂ કરાયું. - Divya Bhaskar
વણઝારિયા ગામે રસ્તા રીપેરીંગનું કામ શરૂ કરાયું.
  • શહીદ જવાનનો પાર્થિવ દેહ રાત્રે અમદાવાદ લવાયો સવારે વણઝારિયા ગામે લાવી અંતિમ સંસ્કાર કરાશે

કપડવંજના વણઝારિયા ગામના 25 વર્ષીય શહીદ હરીશસિંહનો મંગળવારે સવારે વણઝારીયા ગામે અંતિમ સંસ્કાર થશે. શહીદનો પાર્થિવ દેહ લઈ આર્મીના જવાનો રાત્રે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. જેઓ હવે મંગળવારે સવારે પાર્થિવ દેહ સાથે વણઝારિયા પહોંચશે જ્યાં તેઓના અંતિમ સંસ્કાર કરાશે. હાલ હરીશસિંહના પરિવારજનો અને નજીકના મિત્રો અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. જવાન હરીશ સિંહ ના નજીકના મિત્ર પરબતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે શનિવારે હરીશસિહ શહીદ થયાના સમાચાર મળ્યા ત્યારથી જ ગામમાં પરિવારજનો, મિત્રો સહિતના લોકો તેમના પાર્થિવ દેહની રાહ જોઈ રહ્યા છે.

જોકે આર્મીની કેટલીક જરૂરી કાર્યવાહી પુર્ણ કરવાની હોઈ સોમવારે રાત્રે 8 વાગ્યે જમ્મુથી તેઓનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતો. જ્યાંથી તેઓને હનુમાન કેમ્પ ખાતે આવેલ આર્મી કેન્ટોનમેન્ટમાં લઈ જવાયો છે. તેઓએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન હરીશસિંહના પાર્થિવ દેહને વણઝારીયા લવાશે, જ્યાં પરિવારજનો, ગ્રામજનોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર થશે.

તંત્ર દ્વારા વણઝારીયાના રસ્તા રીપેરીંગનું કામ યુધ્ધના ધોરણ હાથ ધરવામાં આવ્યું
કપડવંજ જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણમાં શહીદ થનાર હરીશસિંહ રાઘાભાઈ પરમારના પાર્થિવ દેહને માદરે વતન કપડવંજ તાલુકાના વણઝારિયા ગામે લાવવામાં આવનાર છે. જે સંદર્ભે કપડવંજ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા વણઝારિયા હાઈવે પાટિયાથી ગામના સ્મશાન ગૃહ સુધી ઉબડખાબડ રોડની મરામત અને જંગલ કટીંગ યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવ્યું હતું.

સોશ્યલ મીડિયામાં શહીદ જવાનને શ્રદ્ઘાંજલિનો ધોધ
કપડવંજના હરીશ પરમારે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામેની લડાઈમાં શહીદી વહોરી છે. શહીદ જવાનના સન્માનમાં માત્ર કપડવંજ તાલુકો જ નહીં, પરંતુ ખેડા જિલ્લાની સાથે રાજ્ય અને દેશ પણ અડીખમ ઉભો છે. આખા જિલ્લામાં સોશિયલ મીડિયા યુઝરો દ્વારા ફેસબુક, વૉટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર સહિતના અનેક પ્લેટફોર્મ પર તેમના ફોટા સાથે ભાવપૂર્ણ શ્રદ્ઘાંજલિ અર્પણ કરતા હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમાંય ખાસ કરીને યુવા વર્ગ દ્વારા દેશ માટે પોતાના પ્રાણ આપી દેનારા સૈનિક માટે વિવિધ દેશભક્તિના ગીત સાથે તેમનો ફોટો રજૂ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...