હુમલો:પ્રેમીકાને લઈ ફરાર પતિએ પત્નીને ઘર ખાલી કરવાનું કહી માર માર્યો

કપડવંજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજના કટારીયા આરા નગી દરવાજા પાસેની ઘટના

કપડવંજના કટારીયા આરા નગી દરવાજા પાસે પ્રેમિકાને લઈ ફરાર પતિએ પત્નીને ઘર ખાલી કરવાનું કહી માર માર્યો હતો. આ મામલે કપડવંજ પોલીસેે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કપડવંજના કટારીયા આરા નદી દરવાજા પાસે સુમીત્રાબેન વાઘેલા પોતાના સંતાનો સાથે રહે છે. તેમના પતિ રોહીતભાઈ સાડા છ વર્ષથી કપડવંજના કૈલાશબેન વાઘેલા સાથે પ્રેમસંબંધ હોવાથી તેને લઈને ભાગી ગયા હતા. 23 સપ્ટેમ્બરના રોજ તે પોતાની દિકરી સાથે ઘરે હતા, તે સમયે તેમના પતિ રોહીતભાઈ અને તેમની પ્રેમીકા કૈલાસબેન સુમીત્રાબેનના ઘરે પહોંચ્યા હતા અને ઘર ખાલી કરી નાખવા જણાવ્યુ હતુ. જેથી સુમીત્રાબેને પોતે સંતાનો સાથે રહેતા હોવાથી તેમ કહેતા રોહીતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને સુમીત્રાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યાં કૈલાશબેન અને દિલીપભાઈ વાઘેલાએ પણ ઘર ખાલી કરવાનું કહી મારામારી કરી હતી. જ્યાં સુમીત્રાબેનની દિકરી છોડાવવા માટે વચ્ચે પડતા તેની સાથે પણ હાથચાલાકી કરી હતી. આ સમયે બુમાબુમ થતા નજીકમાંથી લોકોએ દોડી આવી સુમીત્રાબેનને છોડાવ્યા હતા. ત્યારબાદ આ અંગે સુમીત્રાબેને કપડવંજ ટાઉન મથકે પતિ રોહીતભાઈ અને તેમની પ્રેમીકા કૈલાશબેન તેમજ દિલીપભાઈ વિરુદ્ઘ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...