તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:કપડવંજમાં બંધ કરાયેલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પુનઃ શરૂ કરવો જરૂરી

કપડવંજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકો માનવ વસ્તીમાં હવે અગ્રેસર બની ગયો છે. કપડવંજમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં ખાદ્યચીજો તેમજ દૂધની બનાવટની અસંખ્ય દુકાનો અને નમકીનની ફેક્ટરીઓ અસ્તિત્વમાં આવી છે. કપડવંજમાં ફરસાણ તેમજ દૂધ અને દૂધની બનાવટો શુદ્ધ છે કે નહીં અથવા તો ખાવાલાયક છે કે નહીં તેની ખબર પડતી નથી. કપડવંજ સેવાસદનમાં પહેલા ફુડ ઇન્સપેકટરની પોસ્ટ હતી અને તે ખોરાક અને ઔષધ નિયમનની કાર્યવાહી કરતા હતા તેથી કરી લોકોનું આરોગ્ય જળવાઈ રહેતું હતું.

પરંતુ હવેથી આ વિભાગ નગર સેવા સદન પાસેથી બંધ કરી માત્ર જિલ્લા કક્ષાએ આ વિભાગ કાર્યરત હોવાને કારણે કપડવંજ અને તાલુકાભરમાં આવેલ ફરસાણની દુકાનો આ ઉપરાંત નાની-નાની ફેક્ટરીઓ કે જેમાં ફરસાણ બનાવવાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે. આવી ચીજવસ્તુઓ ત્રણ-ચાર દિવસથી વધારે સમય ટકી શકતી નથી તેમ છતાં ઘણીવાર આ પ્રકારની મીઠાઈઓના ઢગલા જોવા મળે છે ત્યારે કપડવંજ અને તેના ગ્રામ્ય વિસ્તાર માટે અહીં જ ફુલ ટાઈમ ઇન્સ્પેક્ટરની પોસ્ટ હોય અને તેને સંપૂર્ણ સત્તા આપવામાં આવે તો પ્રજાની સુખાકારી માટે સારી રીતે કામ કરી શકે તેવી આમ જનતાની માગણી છે.

અન્ય સમાચારો પણ છે...