તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:મોટીઝેરના ખેડૂતે હજારીના ફુલની હાઇબ્રીડ ખેતી કરી

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકામાં મોટીઝેર ગામના ખેડૂત પિતા અને પુત્ર દ્વારા ઓર્ગેનિક ખેતી દ્વારા હાઇબ્રીડ હજારીના ફૂલની ખેતી કરી રહ્યા છે. આ અંગે પિતા દયારામ પંચાલ અને પુત્ર દિલીપભાઇ પંચાલ ના જણાવ્યા મુજબ મોટીઝેર ગામ ના અમારા ખેતરમાં એક વીઘા જમીનમાં સૌપ્રથમવાર હજારી ના મોટા ફુલ જે ગોલ્ડ સ્પોટ (મેરીગોલ્ડ) જેની જાત F1 અને ઈન્ડુસ કંપની જાત છે.

આમાં હજારી ના દેશી ફૂલ ની જાત કરતા વધુ ઉત્પાદન અને વેચાણમાં ભાવ પણ વધારે મળે છે આમાં એક વીઘે 150 થી 300 મણ ફૂલોનું ઉત્પાદન થાય છે અને વેચાણમાં બજાર ભાવ 20 થી 25 રૂપિયા કિલો જાય છે આની ખેતી ગાય આધારિત સજીવ ખેતી છે જીવામૃત ખાતર તરીકે દેશી ગાયનું છાણ, મુત્ર, દેશી ગોળ, જંતુનાશક દવા તરીકે ખાટી છાશ અને ગૌમુત્ર નો ઉપયોગ થાય છે બંસી ગૌશાળા ના બેકટેરિયા થી બનાવેલ દ્રાવણનો ઉપયોગ કરી શકાય છે આમ ઓર્ગેનિક હજારી ના ફૂલ ના વાવેતર માં ઉપજ વધુ થાય છે.

અન્ય સમાચારો પણ છે...