તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠપકો:દારાજીના મુવાડામાં નજીવી બાબતે દંપતીને માર માર્યો

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં ડાળ ન નાખવા ઠપકો આપ્યો હતો

કપડવંજના દારાજીના મુવાડાના સીમમાં હંસાબેન ઝાલાના ખેતર પાસે વજાભાઈ રાઠોડનું ખેતર આ‌વેલુ છે. જ્યાં લોકો અવર-જવર કરતા હોવાથી વજાભાઈના ભત્રીજા રમણભાઈ રાઠોડને તે ગમતુ ન હોવાથી છેલ્લા ત્રણ દિવસથી તે હંસાબેનના ખેતરમાં કાંટાવાળા ડાળ નાખી રહ્યા હતા. આજે રમણભાઈ તેમના ખેતરમાં કાંટાવાળા ડાળ નાખતા હતા.

જેથી કાકુસિંહ અને હંસાબેને તેમને કહ્યુ હતુ કે, અમારા ખેતરમાં કાંટાના ડાળ નાખી અમને હેરાન કરશો નહી. જેથી રમણભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. જ્યાં નજીકથી બાલુબેન અને તેમના પતિ રમણભાઈનું ઉપરાણુ લઈ આવી ગયા હતા. તેમજ રમણભાઈને કહ્યુ હતુ કે, આજે આ બંનેને પતાવી દે. જેથી રમણભાઈ ધારીયુ લઈ આવી કાકુસિંહને તેનુ પુઠુ માર્યુ હતુ. હંસાબેને આ અંગે કપડવંજ ગ્રામ્ય મથકે રમણભાઈ, બાલુબેન અને તેમના પતિ સામે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...