તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામ અધૂરું:વડાલીમાં રાજીવ ગાંધી ભવનના નિર્માણનું કામ નવ વર્ષથી ટલ્લે

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજના વડાલી ગામે આવેલ રાજીવ ગાંધી ભવનને નવ વર્ષ થયા છતાં ભવનનું કામ અધૂરું છે. વડાલીના સરપંચ પરબતસિંહ પરમારના જણાવ્યા મુજબ રાજીવ ગાંધી ભવનનું કામ શરૂ થયે નવ વર્ષ થઈ ગયા તેમ છતાં હજુ પણ કામ પૂર્ણ થયું નથી સને 2013 -14ના વર્ષમાં શરૂ થયેલ આ કામ 2021-22માં પણ અધૂરું છે.

ધાબુ ભરાયુ, પ્લાસ્ટર પણ થયું, કલર કામ, ફ્લોરિંગ, લાઈટ ફીટીંગ જેવા કામો બાકી છે. હાલ વડાલી પંચાયત ઘર મકાન ખૂબ જ જર્જરિત હોય નવા આ મકાન વિના ચાલે તેમ નથી જેથી આ કામ વહેલી તકે પૂર્ણ થાય અને તેનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...