તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાળવણીનો અભાવ:કપડવંજમાં કુંડવાવ ટાવર પર 20 વર્ષથી ઘડિયાળના ટકોરા બંધ

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઐતિહાસિક કુંડવાવ ટાવરની જાળવણીના અભાવે રોષ

કપડવંજના ઐતિહાસિક કુંડવાવ ટાવર ની જાળવણીના અભાવે નગરજનો કોશી રહયા છે ટાવર પર લગાવેલા ઘડિયાળ ના ટકોરા છેલ્લા 20 વર્ષથી બંધ છે. શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક ટાવર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. આ ટાવરનું ઘડિયાળ પુનઃ ધબકતું થાય તેવી નગરજનોની માગણી છે.શહેરની મધ્યમાં આવેલું 500 વર્ષ પોરાણીક ટાવરનું પુનઃ 53 વર્ષ પહેલા તેનો જીર્ણોદ્ધાર થયો હતો.

આ ટાવરનું તારીખ 9 ઓક્ટોબર 1932ના રોજ દેસાઈ જમનાદાસ મગનલાલ વહાણવાલા ઇન્ડિયન કલોક મેન્યુ કંપની લી. નુ ઘડિયાળ ટાવર પર લગાવી “ચંચળબાઈ ટાવર” નામાભિઘાન કરી કપડવંજ નગરપાલિકાને સ્વાધીન કર્યું હતું. બે ટાવરના ટકોરા છેલ્લા 20 વર્ષથી બંધ છે. ઘડિયાળ બંધ હોવાથી સમય જોવા નહી મળતા આ ટાવર નગરના વચોવચ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. આ ટાવરની જાળવણીના અભાવે આ સમસ્યા સર્જાઈ છે.

ટાવરને રક્ષિત ઈમારત જાહેર કરેલ છે
કપડવંજના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને સ્વાતંત્ર સેનાની સ્વર્ગસ્થ રાજેન્દ્ર શાહે સ્વાતંત્ર્યની લડત સામે કુડવાવના ચંચળબાઈ ટાવર પર તિરંગો ઝંડો ફરકાવવા ચઢેલા આ દરમિયાન અંગ્રેજ પોલીસના હાથે ઝડપાઇ જવાથી તિરંગાનું અપમાન થાય એમ લાગતા તિરંગો છાતીએ લગાવીને ટાવર પરથી રાજેન્દ્ર ભાઈ એ ભૂસકો મારેલો આ પ્રસંગને કારણે પણ ટાવરને રક્ષિત ઈમારત જાહેર કરેલ છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘડિયાળ બંધ કે તૂટેલી હાલતમાં ન હોવી જોઈએ
વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરમાં કે બહાર ક્યાંય પણ ઘડિયાળ બંધ હાલત અથવા તૂટેલી હાલતમાં હોય તો તેને વાસ્તુદોષ ગણાય છે જેને કારણે પરિવાર કે સમાજની પ્રગતિ રુઘાતી હોય છે. > હિતેષભાઇ, કપડવંજ

અન્ય સમાચારો પણ છે...