કાર્યવાહી:કપડવંજમાં પ્લાસ્ટિકના ઉપયોગ કરનારા વેપારીઓ પર તવાઈ

કપડવંજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે આકસ્મિક તપાસ કરી 10ને દંડ ફટકાર્યો

કપડવંજ નગરપાલિકાના વિસ્તારમાં પ્લાસ્ટિકના હોલસેલ તથા છૂટક વેપારીઓ અને ત્યાં નગરપાલિકાને સાથે રાખી મહેસૂલી કર્મચારીઓ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ નગરપાલિકા દ્વારા નિયમોનુસાર દંડ તથા જપ્ત ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મિશન ક્લીન ઇન્ડિયા અંતર્ગત 5 તારીખથી દૈનિક થીમેટીક ડ્રાઇવ થકી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અટકાવવાના પ્રયત્ન શરૂ કરાયા છે.

તેમજ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જે અન્વયે કપડવંજ નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ રોડ ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ બાબતે ચેકિંગ હાથ ધરી 10 ઈસમો સામે રૂપિયા 1250ની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં ફરી વપરાશ કરતા ઝડપાય તો લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરાશે, તેમ જણાવાયુ છે. કાર્યવાહી કરવા મેદાને ઉતરેલી ટીમ દ્વારા દુકાનોની બહાર ‘SAY NO PLASTIC’ના પોસ્ટર લગાવી જાગૃતતા માટે પ્રયત્ન હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...