રજૂઆત:કપડવંજ પાલિકાને 3 વર્ષમાં બનેલા રોડનું સમારકામ કરાવવા રજૂઆત

કપડવંજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 દિવસમાં કામ પુરૂ ન થાય તો બ્લેકલિસ્ટ કરવા કરી માંગ

કપડવંજમાં રસ્તા સંબંધિત સમસ્યાઓ સતત વધી રહી છે, ત્યારે નગરપાલિકાના ભાજપના નેતાએ ચીફ ઓફીસરને ઉગ્ર રજૂઆત કરી છે. જેમાં તેમણે કોન્ટ્રોક્ટરને છેલ્લા 3 વર્ષમાં બનેલા રોડનું રિપેરિંગ 7 દિવસમાં કરાવવા જણાવ્યું છે. અને, જો કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂરું ન કરે તો તેની સામે દંડાત્મક પગલાં લેવાની રજૂઆત કરી છે.

પાલિકા ભાજપના શાસક પક્ષના નેતા નિમેષસિંહ જામે રસ્તાઓની સમસ્યા સંદર્ભે પાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે કે, પાલિકાએ છેલ્લા 3 વર્ષમાં બનેલા રોડ કે, જેમની વોરંટીની સમયમર્યાદા હોય તેનું લિસ્ટ બનાવવા આવે. ત્યારબાદ તેનું સર્વે કરીને જે રોડમાં ખામી હોય તેમાં રિનોવેશન કરવા માટે કોન્ટ્રાક્ટરને બે જ દિવસમાં નોટિસ બજાવવા આવે. અને જે કોન્ટ્રાક્ટર 7 દિવસમાં રોડનું સમારકામ ન કરે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે. સાથે જ તેમની સિક્યુરિટી ડિપોઝિટમાંથી ડિપાર્ટમેન્ટ દ્વારા જાતે જ રિપેરિંગ કામ કરાવી અન્ય રેઈટ કોન્ટ્રાક્ટ કરી કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવી લેવું જોઈએ.

આ અનુસંધાને નગરપાલિકાના ઇજનેર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કપડવંજ શહેરમાં કોન્ટ્રાક્ટરો એ જ્યાં જ્યાં રોડ બનાવ્યાં છે. તેમાં ત્રણ વર્ષની મરામતની જોગવાઈ છે. જેથી કોન્ટ્રાકટરોએ પોતાના ખર્ચે રોડની મરામત કરાવી દેવી. જે અંગે નગરપાલિકા દ્વારા 5 કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...