તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:કપડવંજમાં રોગચાળાની દહેશત શાસક પક્ષના નેતા આકરા પાણીએ

કપડવંજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં ડેન્ગ્યુ, ચિકનગુનીયાના રોજના 50 કેસ

કપડવંજ શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યાપી છે. આ અંગે કપડવંજ પાલિકાના શાસક પક્ષના નેતા નિમેષસીહ જામના જણાવ્યા મુજબ કપડવંજ શહેરમાં ડેન્ગ્યુ, શર્દી, તાવ, ઉધરસ વાઇરલ ઇન્ફેક્શન જેવા રોગચાળાનાં ખૂબ વધુ કેસ આવા લાગ્યા છે.મને મળેલી માહિતી મુજબ આજના હોસ્પિટલમાં એક દિવસ દીઠ 50 ઉપર કેસ આવ્યા છે જેથી પાલિકાથી કરાવાનાં થતાં કામોમાં મારા સૂચનો છે. જે દિશામાં આપનુ ધ્યાન દોરૂ છું કે કપડવંજમાં ડીડીટી પાવડરનો છંટકાવ, ફોગીગ મશીન દ્વારા છંટકાવ થાય તે જરૂરી છે કપડવંજની દરેક હોસ્પિટલની આસપાસ સાફ-સફાઈ કરાવવી અને ત્યાં દવાનો છંટકાવ કરાવવો જોઈએ શહેરમાં પાણી અને ગટર લીકેજનાં કારણે ખુલ્લામાં છૂટતું પાણીનો સર્વે કરાઈને આ કામનો નિકાલ કરવો જરૂરી બન્યો છે.

શહેરની જે બી મહેતા હોસ્પિટલ (સીએચસી) અને અન્ય બધી હોસ્પિટલ માં રોજ સવાર સાંજ ફોગિંગ કરાવવું. શરદી ઉધરસનાં કેસ વધુ હોઇ એરિયામાં ચોખ્ખાઈ રાખવી નહિ તો દંડ થશે. આ કામોમાં વધુ માણસો રોકી પેરેલલ મલ્ટી એરિયામાં એક સાથે કામ થાય અને આખા ગામમા સૂચવેલ બધા કામોને આવરી લેવાય તે રીતનું આયોજન કરવું એવી રજૂઆત કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસરને કરીને આ જ કામને પ્રધાન્યતા આપવી એવું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...