તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:કપડવંજ શહેરમાં રથયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાયો

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરમીશન મળશે તો રથયાત્રા એના રૂટ મુજબ નીકળશે

કપડવંજમાં ઐતિહાસિક અને પૌરાણિક શ્રી નારાયણદેવ મંદિરમાં રથયાત્રાને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતે રથયાત્રા અષાઢ સુદ એકમને 11 જુલાઇને રવિવારે છે. જો સરકાર દ્વારા પરમીશન આપાશે તો રથયાત્રા એના રૂટ મુજબ નીકળશે તેવું સેવક મહર્ષિ રાજેશભાઈ જોષીએ જણાવ્યું છે.રથયાત્રાનો રૂટ શ્રી નારાયણ દેવ મંદિરથી નીકળી કાપડબજાર થઇને કડીયાવાડ થઇને હોળીચકલા બાજુથી લાંબીશેરી થઇને નાના રામજી મંદિર ખાતે પહેલો ઉતારો રહેશે જ્યાં ભગવાન થોડો વિશ્રામ કરી અને બત્રીસકોઠાની વાવ થઇને આઝાદ ચોક બાજુથી ટાઉનહોલ તરફ જાય છે.

ટાઉનહોલથી કુબેજી મહાદેવ સુધી ભગવાનને રથયાત્રા દોડાવવામાં આવે છે. કુબેરજી મહાદેવમાં શ્રીજીનો બીજો મુકામ હોય છે. ત્યાં ભગવાન વિશ્રામ કરે છે.કુબેરજી મહાદેવના સેવક શ્રીજીને ભોગ ધરાવી આરતી કરે છે.ત્યારબાદ શ્રીજી ત્યાંથી નીકળીને સીધા મીનબજાર તરફ રથયાત્રા જાય છે અને મોટારામજી મંદિરના પૂજારી આરતી કરીને રથયાત્રા આગળ વધે છે ધોદિકૂઈ તરફ જાય છે જ્યાં રાધા કૃષ્ણના મંદિરમાં શ્રીજી ત્રીજીવાર વિશ્રામ કરે છે. સોનીવાડા થઇ કુંડવાવથી રથયાત્રા કાપડબજાર બાજુ તરફ જાય છે.ત્યાં થી ગાયની ખડકી, સીધો રૂટથી શ્રીજી નિજ મંદિર તરફ પ્રયાણ કરે છે અને નિજ મંદિર પરત ફરે છે.

અન્ય સમાચારો પણ છે...