કપડવંજમાં પોલીસ પર હુમલો:મોટા સંખ્યામાં નમાજ માટે ભેગા થયેલા લોકોને પોલીસે સમજાવ્યા તો ટોળાએ પથ્થરમારો કર્યો, વાહનોની તોડફોડ કરી, 1 પોલીસકર્મી ઘાયલ

કપડવંજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોળાંઓએ પોલીસ સ્ટેશન પર ભારે પથ્થરમારો કર્યો હતો. - Divya Bhaskar
ટોળાંઓએ પોલીસ સ્ટેશન પર ભારે પથ્થરમારો કર્યો હતો.
  • પોલીસે હુમલાખોર ટોળાંને વિખેરવા ટીયરગેસના સેલ છોડ્યાં

કપડવંજ શહેરમાં આજે સાંજના સમયે પોલીસ અને લઘુમતિ કોમના લોકો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો છે. લાયન્સ કલબ પાસે આવેલ અલી મસ્જિદમાં નમાજ પઢતા લોકોને પોલીસે સોશિયલ ડિસ્ટન્સ બાબતે સમજાવવા પહોંચી હતી. જે સમયે બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેણે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

ટાઉન પોલીસ પર ટોળાએ હુમલો કર્યો
સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ લઘુમતી કોમના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ પહેલા કુંડવાવ પોલીસ ચોકી ઉપર અને ત્યારબાદ ટાઉન પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. જેમાં બે પોલીસ જવાનોના બાઈક અને એક કારને તોડીફોડી ભુક્કો કરી નાખવામાં આવ્યો હતો. કુંડવાવ પોલિસ ચોકીનો મોટાભાગનો સામાન ટોળાએ તોડી નાખ્યો હતો. જે બાદ ટોળું કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને ત્યાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

બેકાબૂ ટોળાને કાબૂમાં કરવા ટીયર ગેસ છોડ્યો
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ટોળાંએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરતાં પોલીસે ટોળાને વિખેરી નાખવા માટે ટીયરગેસના ચારથી વધુ સેલ પણ છોડવા પડ્યા હતા. પરંતુ ટોળું કાબૂમાં આવી શક્યું ન હતું જેને લઇને જિલ્લા કક્ષાએ ફોન કરી વધુ પોલીસ સ્ટાફ મંગાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં 1 પોલીસ કર્મી ઘાયલ થયો હોવાની જાણકારી છે. પરંતુ પોલીસ અધિકારી હાલ મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...