તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડાની કપડવંજ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ સેજલબેન બ્રહ્મભટ્ટ પર હુમલાની ઘટના બની છે. મોટરસાયકલ પર હેલ્મેટ પહેલી આવેલો આવેલો અજાણ્યો હુમલાખોર ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
કપડવંજ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ આજે શહેરની સાઈનગર સોસાયટી પાસેથી પોતાના મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે જ બાઈક પર આવેલો એક શખ્સે લાત મારી સોનલબેનને પછાડી દીધા હતા. સોનલબેન મોટરસાયકલ પરથી પડી જતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ મામલે હાલ નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપ મોવડી મંડળ દ્વારા આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે અને આ બનાવમાં સંડોવાયેલા હેલમેટ ધારી બાઈક સવારને વહેલી તકે પકડી લેવા માંગ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. 17મી ફેબ્રુઆરીના રોજ શહેરના ભદ્રેશ પટેલ દ્વારા સોનલબેનને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલે જે તે સમયે સોનલબેન તરફતી પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.