સઘન કાર્યવાહી:કપડવંજમાં આડેધડ વાહનો પાર્ક કરનારાઓ પર પોલીસની તવાઈ; પ્રથમ વખત આક્રમક ઝુંબેશ

કપડવંજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકને અડચણ રૂપ થતા વાહનોને લોક કરી લોકોને કાયદાનું ભાન કરાવ્યું

કપડવંજ નગરના વિવિધ વિસ્તારોમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પોલીસ એક્શનમાં આવી છે. કપડવંજ નગરના એસ.ટી. સ્ટેન્ડ, નગર પાલિકા, ટાઉન હોલા જેવા વિસ્તારોમાં ગમે તેમ પાર્ક કરેલા વાહનો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરી કાયદામાં રહેવા અનુરોધ કર્યો હતો. આ વિસ્તારોમાં ગમેતેમ પાર્ક કરેલ વાહનોને લોક કરી પોલીસે વાહન ચાલકોને કાદાયનું ભાન કરાવ્યું હતું.

કપડવંજ શહેર વિસ્તારમાં ગમેતેમ વાહનો પાર્ક કરતા વાહન ચાલકોને કારણે ટ્રાફિકનો પ્રશન ઉભો થયો હતો. જેથી આજે સવારથી પોલીસ કાફલો નગરના વિવિધ વિસ્તારો જેવા કે વિકાસપથ, ગૌરવપથ, આઝાદચોક, મીના બજાર, નટરાજ ટોકીઝ વિગેરે વિસ્તારોમાં ફરી ટ્રાફિકને અડચણ રૂપ થતા વાહનોને લોક કરી લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું.

કાર, રિક્ષા, સ્કૂટર, બાઈક વગેરે સાધનોને લોક કરી દંડનીય કાર્યવાહી હાથ ધરતા શહેરમાં આડેધડ પાર્કીંગ કરવાવાળા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ટાઉન પી.આઇ.ભટ્ટે જણાવ્યું હતું કે કપડવંજ નગરમાં ટ્રાફીકની સમસ્યાને કારણે એમ્બ્યુલન્સ, વૃદ્ધ વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ વગેરેને રસ્તા ઉપર પરિવહન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકોને પડતી મુશ્કેલીના નિવારણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...