તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:વનોડા જુથ યોજનાની લાઇન લીકેજ થતાં લોકો પરેશાન

કપડવંજ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દૂર્ગંધ યુક્ત પાણી પીવાનો લોકોને વારો

કપડવંજ તાલુકાના દહીયપ ગામ માં પીવાના પાણી માટે વનોડા જુથ પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઇન દ્વારા રોજ પાણી આપવામાં આવે છે. આ અંગે દહીઅપ ગામ ના શાહિદ સૈયદ ના જણાવ્યા મુજબ, દહીયપ ગામ માં વનોડા જુથ યોજનાનું પાણી જે પાઇપલાઇન અયુબઅલીના ખેતરમાં થઈને જાય છે.

આ પાઇપલાઇન લીકેજ હોવાથી બારેમાસ નાના તલાવડા જેવુ રહે છે અને તેની અંદર ખૂબ જ ગંદકી થાય છે. અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા આ લીકેજના કારણે શુદ્ધ પાણી માં ગંદુ પાણી મળી જતા દુર્ગંધયુક્ત પાણી પીવાનો વારો આવી ગયો છે આ પાઈપલાઈન લીકેજ છેલ્લા બે વર્ષથી છે છતાય તંત્રની આંખ ઉઘડતી નથી . છેલ્લા બે વર્ષથી છે આ અંગે રજૂઆતો પણ કરેલ છે તંત્રને હજુ સુધી આ લીકેજ પૂરું થતું નથી વનોડા પાણી પુરવઠાની પાઇપલાઇન દહીયપ ના સીમ વિસ્તારમાં થઈને દાણા જૂથ યોજના માં જાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો