રિકવરી એજન્સીનો ત્રાસ:ખાનગી બેંકની પઠાણી ઉઘરાણી, રિકવરી માટે સિ. સિટીઝનને 100થી વધુ કોલ કર્યાં

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે બેંક મેનેજરને ફરિયાદ કરતાં આરામથી લોન ભરવા કહ્યું

કપડવંજના દાણા ગામના જાગૃત સિનિયર સિટીઝન ખેડુત સાથે બેંક ઓફ બરોડાના લોન રિકવરી વિભાગ દ્વારા ખરાબ વર્તન કરતા ખેડુતે આક્રોશ વ્યક્ત કર્યો છે. ખેડુતના પત્ની હોસ્પિટલમાં દાખલ હતા, તેવા સમયે રિકવરી વિભાગ દ્વારા 100 થી વધુ ફોન કરી લોન ભરપાઈ કરવા રીતસર ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનો આક્ષેપ સિનિયર સીટીઝન દ્વારા કરવામાં આવ્યો છે.

દાણા ગામના સિનિયર સિટિઝને બેંક ઓફ બરોડાના સ્થાનિક બેંક મેનેજરને લેખીતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે તેઓએ બેંક ઓફ બરોડા અનારા બ્રાંચ માંથી પાક ધિરાણની લોન લીધી હતી. અને લોન ભરવી તે ખેડુતની પ્રાથમિક ફરજ છે, બેંકને પાક ધિરાણ લોનનો રીકવરી કરવાનો પણ અધિકાર છે.

પરંતુ બેંકની લોન રીકવર એજન્સી દ્વારા ૨૬૫૭૧૧૯૫૩૪૪ નંબર ઉપરથી વારંવાર ફોન કરી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. ખેડુતની ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમના ધર્મ પત્ની હોસ્પિટલમાં દાખલ હતા તે સમયે તેમનું ઓપરેશન કરવાનું હતું, જેથી હોસ્પિટલમાં થી મુક્ત થયા બાદ લોન ભરપાઈ કરીશું તેમ તેઓએ જણાવ્યું હતું. તેમ છતાં રિકવરી વિભાગ દ્વારા સતત 100 જેટલા ફોન કરી ગેરકાયદેસર રીતે સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા.

બેંક મેનેજરને આ બાબતે જાણ કરતા તેમણે તમે ચિંતા ન કરતા ટુંક સમયમાં લોન ભરપાઈ કરજો તેમ જણાવ્યું હતું. છતાંય ઉપરાછાપરી દવાખાનામાં ફોન કરીને જાણે કે ગુંડાગીરી, માફિયાગીરી, હપ્તા વસુલી જેવું માનસિક ત્રાસ ભર્યું કૃત્ય કર્યું હતું. જોકે ખેડુતે હોસ્પિટલમાંથી મુક્ત થતા જ ધિરાણ ચુક્તે કરી દીધુ છે.

અન્ય સમાચારો પણ છે...