આવેદન:પંચમહાલના સાંસદ રતનસિંહની જળસંપત્તિ મંત્રીને 150 ગામના તળાવો ભરવા રજૂઆત

કપડવંજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષમાં 200 કરોડના રિચાર્જ વેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ વધારવાનું આયોજન

કપડવંજ, કઠલાલ, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા તાલુકાના અંદાજે 150 જેટલા ગામોને સુજલામ સુફલામ યોજના તથા અન્ય વિવિધ યોજનાઓના સ્તોત્રથી સિંચાઇની સુવિધા આપવા તથા ગામ તળાવને જોડાણ કરી પાણીથી ભરવા માટે પંચમહાલ સંસદ રતનસિંહ રાઠોડે ગુજરાત રાજ્યના જળસંપત્તિ મંત્રીએ ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે કપડવંજ અને કઠલાલ તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી સિવાય અન્ય કોઈ પાણીનો સ્ત્રોત નથી. અપૂરતા વરસાદના કારણે દર વર્ષે તળાવ ખાલી રહે છે. જેથી ભૂગર્ભજળ ખૂબ જ નીચા જવાના કારણે કુવા તથા બોર સુકાઈ જાય છે.

પીવાના પાણીની તથા સિંચાઇના પાણી માટે કાયમી સમસ્યા છે. જેને લઇને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આ ગામોની વસ્તી ઓબીસી સમાજની છે. બધા તેઓનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પાણીની અછતના કારણે તેઓ દયનીય પરિસ્થિતિમાં પોતાનું જીવન ગુજારે છે. સિંચાઈથી વંચિત વિસ્તારો જેવા કે કપડવંજ કઠલાલ બાલાસિનોર વિરપુર લુણાવાડા તાલુકાના 150 જેટલા ગામ તળાવોને જમીન સંપાદન ન કરવા પડે તેવા આશયથી પાઇપલાઇન દ્વારા જોડાણ કરવા પણ મારી રજૂઆત છે.

અગાઉ મારી રજૂઆતના અનુસંધાને એસી લાખ રૂપિયાના ખર્ચે ઉપર મુજબના વિસ્તારની મારી માગણી મુજબ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે તાજેતરમાં જાહેર થયેલા બજેટમાં રૂપિયા 200 કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે રૂપિયા 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે કપડવંજ, કઠલાલ મહુધા, મહેમદાવાદ, ગળતેશ્વર, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, બાયડ જેવા તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂપિયા 200 કરોડની કિંમતની રિચાર્જ વેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવ ની કેપેસીટી વધારવા વિગેરે કામગીરી તબક્કાવાર કરવાનું આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે. આ કામ માટે 14 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પંચમહાલ સંસદ રતનસિંહ રાઠોડે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નો બજેટમાં નાણાંની જોગવાઇ કરવા બદલ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...