તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મોટીઝેરમાં તબીબે દર્દી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા રોષ

કપડવંજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માગણી

કપડવંજના મોટીઝેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રેપીડ ટેસ્ટ માટે આવતા લોકો છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઇ રહ્યા છે. ત્યારે રેપિડ ટેસ્ટ તો એક બાજુ રહ્યો પરંતુ ફરજ પરના તબીબ અધિકારીને વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તબીબે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓને કોઈ સુવિધાયુક્ત સારવાર કે રેપિડ જેવા ટેસ્ટ કરી આપવામાં આવતા નથી જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ અંગે મોટીઝેરના રમેશભાઈ પટેલ અને તાલુકા સદસ્ય કિરણભાઈ પંચાલના જણાવ્યા મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાજર રહેલ દર્દીઓ સાથે મેડિકલ ઓફિસર દ્વારા અયોગ્ય જવાબ આપતા હલ્લાબોલ થઈ ગયું હતું.આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી ગ્રામજનોની લાગણી અને માગણી છે.

રેપિડ ટેસ્ટની કીટ ઉપરથી ઓછી ફાળવાય છે
મોટીઝેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે રેપિડ ટેસ્ટની કીટ ઉપરથી ઓછી ફળવાય છે અને આવે તે રીતે કરીએ છીએ. અહીં કીટ આવે 15 અને 100 પેશન્ટ હોય છે ,લોકો મનમાની કરે છે. અમે સ્ટોક આવે અને જે વ્યક્તિને જરૂર હોય તેનો ટેસ્ટ કરાય પણ પેશન્ટો સમજતા નથી. > ડો. ભાર્ગવ રાઠી, મેડીકલ ઓફીસર, મોટીઝેર પ્રા.આ. કેન્દ્ર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો