તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નબળી કામગીરી:કપડવંજમાં ગટરો ઉભરાતા BJPના મ્યુનિસિપલ સભ્યનો આક્રોશ

કપડવંજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
કપડવંજમાં સેવાસદનની નબળી કામગીરીના કારણે ગટરો ઉભરાઇ રહી છે. - Divya Bhaskar
કપડવંજમાં સેવાસદનની નબળી કામગીરીના કારણે ગટરો ઉભરાઇ રહી છે.

કપડવંજ નગર સેવાસદનના ડ્રેનેજ વિભાગની નબળી કામગીરી સામે ઈજનેરની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવતા ભાજપના મ્યુનિસિપલ સદસ્ય નિમેષભાઈ જામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કપડવંજના માર્કેટયાર્ડમાં, ઉત્કર્ષ હોસ્પીટલના ખાંચામાં, નદી દરવાજા પાસે ગટરો ઊભરાઇ રહી છે.

દસ દિવસથી પણ વધારે સમયથી ગટરો ઉભરાતા પાણી ભરાઇ જવાથી ત્યાં આવતા જતા રાહદારીઓને ખૂબ જ દુર્ગંધનો સામનો કરવો પડે છે. હાલ પ્રિમોન્સુન કામગીરી કરવાની થાય છે. કપડવંજ તાલુકા પંચાયત ભવનની બહાર છેલ્લા છ મહિનાથી પાલિકા દ્વારા અપાતા પીવાના પાણીના સમયે રોડ ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાય છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય નિકાલ થાય તેવી લોકોની માગણી છે.

અન્ય સમાચારો પણ છે...