અકસ્માત:કપડવંજના ફત્યાવાદ નર્મદા નહેર પાસે કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

કપડવંજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના ફત્યાવાદ નર્મદા મુખ્ય નહેર પાસે માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત થયું છે અને એક ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના કપડવંજ-નડિયાદ રોડ ઉપર આવેલ ફતિયાબાદ પાસે પલ્સર બાઈક નંબર જી.જે. 07 સી 8718 ઉપર સવાર જગદીશભાઈ તથા મનુભાઈ રમતુભાઈ ચાવડાની દીકરી હેતલબેન ઉ. વ. 19 જઈ રહ્યા હતા. ત્યારે કન્ટેઈનર નં. આરજે જીબી 0561 અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં હેતલબેનને ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે જગદીશભાઈને 108 વાન મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કન્ટેઈનર ચાલક કપડવંજ નડિયાદ રોડ ઉપર આવેલ કઠલાલ તાલુકાના ભાનેર પાસેથી ઝડપાઇ ગયો હતો. આ બનાવ અંગે જાણ થતા આતરસુંબા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પ્રાથમિક વિગતો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...