અકસ્માત:આઈસર અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એક ઈજાગ્રસ્ત

આતરસુંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજથી કઠલાલ તરફના રોડ પર દાસલવાડા ગામની સીમ નજીક આઈસર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આઈસરચાલકને ઈજા પહોંચતા મામલો આતરસુંબા પોલીસ મથકે પહોંચ્યો હતો.

મહેળોલમાં રહેતા આઈસરચાલક સોમાભાઈ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે 16 ઓક્ટબરે પોતાની આઈસર લઈને રાજપીપળાથી કેળા ભરીને રાજસ્થાનના નાથદ્વારા કાંકરોલી ખાતે ગયા હતા. જ્યાંથી ઘરે પરત આવતી વખતે કપડવંજથી કઠલાલ તરફના રોડ પર દાસલવાડા ગામની સીમ પાસે સામેથી રોંગ સાઈડે આવતાં કન્ટેનરે તેમને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેમાં તેમને માથાના ગંભીર ઈજા પહોંચતા 108 થકી કપડવંજ સરકારી દવાખાનામાં સારવાર હેઠળ ખસેડાયા હતા. ત્યારબાદ તેમને ખાનગી વાહનમાં નડિયાદની અમી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં આતરસુંબા પોલીસે કન્ટેનર નં આર.જે 14 જી.એન.1708ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...