બેદરકારી:કપડવંજમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સગાને તપાસવા માટે કોઈ ફરકતું નથી

કપડવંજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં વધતાં કોરોના કેસ સામે પ્રાંત અધિકારીને આવેદન અપાયું

કપડવંજ પંથકની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા નવીનભાઈ શંકરભાઈ પટેલ દ્વારા કપડવંજના પ્રાંત અધિકારીની કચેરીમાં આવેદનપત્ર આપીને કપડવંજ શહેરમાં વધી રહેલા કોરોના કેસોની યોગ્ય કાળજી લેવા તેમજ આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કપડવંજના આરોગ્ય અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર તેમજ અર્બન હેલ્થ ઓફિસર દ્વારા કપડવંજ શહેરના કોરોનાગ્રસ્ત વિસ્તારોની તથા બીજા વિસ્તારની પ્રજાની શારીરિક તપાસ કરવા માટેની સઘન ઝુંબેશ નહિ ચલાવવામાં આવે તો કપડવંજમાં કોરોના કેસો વધવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. સદરહુ આવેદનપત્રમાં આક્ષેપ કર્યા અનુસાર આરોગ્ય ખાતાના અધિકારીઓ દ્વારા તેમજ અન્ય સત્તાધીશો દ્વારા કોરોના કેસના પોઝિટિવ દર્દીઓના સગાવ્હાલાઓને કવોરન્ટાઇન કરવા માટે વ્હાલાદવલાની નીતિ અપનાવી અલગ અલગ ધોરણ અપનાવવામાં આવે છે. તેથી એક સમાન ધોરણ અપનાવવાની માગણી કરી છે. 

અન્ય સમાચારો પણ છે...