આત્મહત્યાના બનાવ વધ્યા:કપડવંજ તાલુકાના તંથડી ગામ પાસે નર્મદા કેનાલ સ્યુસાઇડ પોઇન્ટ બની

કપડવંજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા લોખંડની જાળી અને સૂચન બોર્ડ લગાવી આત્મહત્યાના બનાવ અટકાવવા જોઇએ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો(NCRB) એ રજૂ કરેલા વર્ષ 2020માં રિપોર્ટ મુજબ દેશમાં1, 53,052 “ લોકોએ આત્મહત્યા કરી હતી. આમ દેશભરમાં કુલ દોઢ લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે ખેડા જિલ્લામાંથી પસાર થતી આ કેનાલમાં અનેક લોકો પડતુ મૂકી જીવ ટુંકાવે છે. તેમાંય તંથડી પાસેની કેનાલમાં અગાઉ આત્મહત્યાના અનેક બનાવો બન્યા હતા. આમ, આ પંથકમાં મુખ્ય નહેર સ્યૂસાઇડ પોઇન્ટ બની છે.

કપડવંજના તંથડી ગામના યુવા સુરેશભાઈ ભોઈએ જણાવ્યું હતું કે, નર્મદા મુખ્ય કેનાલમાં આત્મહત્યાના બનાવો અટકાવવા માટે જવાબદાર તંત્રએ લોખંડની જાળી ફીટ કરી આત્મહત્યા રોકવા માટેનું સૂચન બોર્ડ પણ મૂકવું જોઈએ.જેથી, કરીને અમુલ્ય માનવ જીંદગીને સુસાઇડ કરતા રોકી શકાય.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કાયમી ઉકેલ તરીકે જોઈએ તો કેનાલના ઉપર સોલાર પેનલ લગાવીને ગુજરાતને સૌરઉર્જાથી, સમૃદ્ધ બનાવી શકાય તેમ છે. સરકારે આ આ અંગે યોગ્ય કરવાની જરૂર છે. કપડવંજ પંથકમાં નર્મદા મુખ્ય કેનાલ ઉપર આંબલીયારા બ્રિજ આંત્રોલી બ્રિજ અને નડિયાદ-કપડવંજ હાઈવે બ્રિજ પર તંત્ર દ્વારા વહેલી તકે લોખંડની જાળી અને સૂચન બોર્ડ લગાવી આત્મહત્યાના પ્રયાસ રોકી મહામૂલ્ય માનવ જિંદગી બચાવી શકાય તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘર કંકાસ, અસાધ્ય બીમારી, દેવુ વધી જવું, પ્રેમમાં નાસીપાસ થવા જેવા કારણોથી આત્મહત્યાના બનાવોમાં વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...