અનુરોધ:કુદરતી આફતથી મૃતકના પરિજનોને સહાય આપવા ધારાસભ્યની માંગ

કપડવંજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 લાખ સુધીની આર્થિક સહાય પૂરી પાડવા અનુરોધ કરાયો

કુદરતી આફતો અને અન્ય દુર્ઘટનાઓથી થતી જાનહાની માટે રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પામનાર વ્યક્તિના કુટુંબીજન (આશ્રીત)ને 4 લાખ સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે તે મુજબ નોવેલ કોરોના વાયરસથી થયેલ મૃત્યુને કુદરતી આફતથી થયેલ મૃત્યુ ઠરાવવામાં આવે અને ઉકત જોગવાઈ મુજબ નોવેલ કોરોના વાયરસથી મૃત્યુ પામનાર વ્યક્તિના કુટુંબીજન આશ્રીતને 4 લાખની આર્થિક સહાય પૂરી પાડવા અંગેના નીતિવિષયક નિર્ણય કરવા કપડવંજના ધારાસભ્ય કાળુસીંહ ડાભીએ અગાઉ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને મે 2021 અને જુલાઈ 2021માં પત્રો લખ્યા હતા.

ગુજરાતમાં કોરોનાની પહેલી લહેરમાં શહેરી અને બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણે ભયાનક અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું લાખો ની સંખ્યામાં લોકો સંક્રમિત થયા અને તે પૈકી હજારો લોકોના મૃત્યુ થયા જેમાં કેટલાક મૃતક વ્યક્તિઓના કુટુંબો નીસહાય સ્થિતિમાં મુકાઇ ગયા છે અને કેટલાક કિસ્સાઓમાં તો કુટુંબની આર્થિક ઉપાર્જન કરનાર મુખ્ય વ્યક્તિનું મૃત્યુ નિપજતા કુટુંબની આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.

કોરોના સંક્રમણ મૃત્યુ પામનાર વ્યક્તિઓના આશ્રિતોને રૂપિયા 4 લાખ સુધીની આર્થિક સહાય પૂરી પાડવા તત્કાલીન વિજયભાઈ રૂપાણી સરકારને અનુરોધ કર્યો હતો તેના પ્રત્યુત્તરમાં રાજ્યના આરોગ્ય વિભાગે ધારાસભ્ય કાળુસિંહ ડાભી ને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોવીડ 19 વોરિયર્સ જે કોવીડ 19 સંક્રમિત થયેલ હોય અને અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં તેમના કુટુંબને રૂપિયા 50 લાખની સહાયની જોગવાઇ છે અને એ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે તેમ જણાવેલ છે જેની સંબંધિતોને નોંધ લેવા ધારાસભ્યએ જણાવ્યું છે

અન્ય સમાચારો પણ છે...