અવસાન:અગ્રણી ઉદ્યોગપતિ અને સહકારી આગેવાનનું નિધન

કપડવંજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાના પ્રમુખ તરીકે બે ટર્મ રહ્યા હતાં

કપડવંજ શહેરના અગ્રણી ઉદ્યોગપતિ અને જિલ્લા સહકારી આગેવાન હરગોવિંદદાસ મથુરદાસ પટેલ (દાસ કાકા)નું સોમવારના રોજ ટૂંકી માદગી બાદ 88 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.

મૂળ સાબરકાંઠા જિલ્લાના ચોઈલાના વતની અને કપડવંજને કર્મભૂમિ બનાવનાર હરગોવિંદદાસ પટેલ અમુલ ડેરીના વાઈસ ચેરમેન તથા સાત ટર્મ સુધી ડિરેક્ટર પદે રહ્યા હતા. કપડવંજ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં ચાર ટર્મ ચેરમેન પદે, કપડવંજ નગરપાલિકાના પ્રમુખ તરીકે બે ટર્મ રહ્યા હતાં. ખેડા જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન તરીકે પણ રહ્યા હતા. ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં વાઇસ ચેરમેન પદ, સોનીપુરા સોમનાથ સેવા સહકારી મંડળી તથા સોનીપુરા સોમનાથ તેલીબીયા મંડળીના સ્થાપક, તરીકે વિવિધ સંસ્થાઓમાં સેવાઓ આપી છે.

અન્ય સમાચારો પણ છે...