નવીનતમ:કપડવંજના ફોટોગ્રાફરની કમાલ માસ્ક પર જ ચહેરો પ્રિન્ટ કર્યો, વૈવિધ્યપૂર્ણ માસ્ક બનાવવાનો નવતર પ્રયોગ

કપડવંજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજના ફોટોગ્રાફરે માસ્કની મર્યાદા દુર કરી છે. માસ્ક પહેર્યું હોય ત્યારે પણ ચહેરા દેખાય તે માટે નવો જ કિમીયો અજમાવ્યો છે. માસ્ક પર ચહેરાનો ફોટો પ્રિન્ટ કર્યો છે. વર્તમાન કોરોના મહામારીના સમયમાં હાલના સંજોગોમાં માસ્ક પહેરવું અનિવાર્ય બની ગયું છે. માસ્કમાં પણ વૈવિધ્યપૂર્ણ માસ્ક બનાવવાનો એક નવતર પ્રયોગ કપડવંજના સ્થાનિક ફોટોગ્રાફરે કર્યો છે. આ માસ્ક એવું છે કે, તમે માસ્ક પહેર્યું હોય તો પણ તમારો ચહેરો સ્પષ્ટ દેખાય અને કાયદાઓનું પણ પાલન થાય તેવા પ્રકારનું માસ્ક બનાવ્યું છે. આ અંગે કપડવંજના ફોટોગ્રાફર ચિરાગ ભાવસારે જણાવ્યું છે કે, આ માસ્કનું કાપડ ઉચ્ચ કવોલિટીનું છે અને વોશેબલ છે. તેમને દાવો કર્યો છે કે માસ્ક ફાટે ત્યાં સુધી માસ્ક ઉપરની પ્રિન્ટ જશે નહીં.

અન્ય સમાચારો પણ છે...