તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:કપડવંજ હાઇવેના દબાણો - આડેધડ પાર્કિંગથી રાહદારીઓ ત્રાહીમામ

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લામાં થઈ રાજસ્થાન દિલ્હીનો ટ્રાફિક વધુ

કપડવંજમાંથી પસાર થતા હાઈવે પર ભારે વાહનોનો ટ્રાફિક, દબાણ અને આડેધડ પાર્કિંગ થતા વાહનોને લઈને રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. આ સંજોગોમાં રીંગ રોડ બનાવવામાં આવે તો એ હાલના સંજોગોમાં ખૂબ જ જરૂરી છે રીંગરોડ શહેરને અડીને આવેલા મહમદપુરા થી સોરણા, માતરીયા તળાવ થઈ જીઆઈડીસી મોડાસા રોડથી બહાર નીકળે તેવો રીંગરોડ બની શકે તેમ છે જો રીંગ રોડ બનાવવામાં આવે તો નગરજનોને તેમજ આજુબાજુના ગામડાંના વાહનચાલકો અને શાળાઓ-મહાશાળાઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત થાય તેમ છે.

અગાઉ પૂર્વમંત્રી મણીભાઈ પટેલે પણ રિંગરોડ બનાવવા ની રજૂઆત કરી હતી.આ રીગરોડ મહંમદપુરા થઈ માતરીયા તળાવ થઈ GIDC મોડાસા રોડને અડકી જાય રીંગ રોડ બનાવવામાં જમીન સંપાદન બહુ જ ઓછું કરવું પડે તેમ છે અને ખરાબાની જમીન આવેલી છે. જો રીંગ રોડ બનાવવામાં આવે તો બહારનો ટ્રાફિક રીંગ રોડ બાજુ વળી જાય એટલે કપડવંજ ભારે વાહનોની આવન-જાવન ઓછી થઈ જાય તેમ છે.

આનાથી કપડવંજમાંથી નીકળતા સ્ટેટ હાઇવે પર ટ્રાફિકનું ભારણ ઘટી જાય તેમ છે કપડવંજથી અરવલ્લી જિલ્લામાં થઈ રાજસ્થાન દિલ્હીનો ટ્રાફિક વધારે હોય છે તે પણ રીંગરોડ બન્યા પછી શહેરમાં આવતો અટકે અને અકસ્માતોનું પ્રમાણ ઘટી જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...