અકસ્માત:વાહન પાર્કિંગમાં ઉંઘતાં વ્યક્તિ પર ટ્રકનું ટાયર ચઢી જતાં ઇજા

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખડોલ ગામની સીમમાં આવેલા કાપડીવાવ અમૂલ પ્લાન્ટના કંપાઉન્ડમાં ઉંઘી રહેલા વ્યક્તિના પગ પર ટ્રકનું ટાયર ચઢી જતાં અકસ્માત થયો હતો. જે મામલે કપડવંજ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં વોચમેન ચતુરભાઈ સેનવાએ જણાવ્યું છે કે, તે કાપડીવાવ અમૂલ દાણાના પ્લાન્ટમાં નોકરી કરે છે. ગઈકાલના રોજ પણ તેઓ ફરજ પર હતા. પ્લાન્ટમાં આવતા-જતાં વાહનની એન્ટ્રી કરતાં હતા. તે દરમિયાન વાહન પાર્કિગમાં ટ્રક રાત સવા બે કલાકે પ્લાન્ટમાં પ્રવેશ્યો હતો. જે બાદ વાહન પાર્કિંગના ભાગમાં બૂમાબૂમ થઈ હતી, ત્યારે ટ્રક પાર્કિગના કંપાઉન્ડમાં જઈને જોતા ત્યાં ઉંઘી રહેલો એક ઈસમ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. એક ટ્રકચાલક તેના બંને પગ પર ટ્રકનું ટાયર ફેરવીને ભાગી ગયો હતો.

જેમાં જાણવા મળ્યું હતું કે, પાર્કિગમાં ટ્રક પાર્ક હતી અને તેનો ડ્રાઈવર વિકાસ જાટ (રહે.હરિયાણા) નીચે સૂતો હતો, ત્યારે ટ્રકનો ડ્રાઈવર એક્સિડન્ટ કરી તેને લોહીલુહાણ હાલતમાં મૂકી ભાગી ગયો હતો. જે બાદ હાજર ક્લિનર અને ડ્રાઈવરોએ તેને સારવાર માટે વાત્રક હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...