તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્પણ:કપડવંજમાં 10 હજાર લિટર ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું આજે ઉદઘાટન

કપડવંજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી - Divya Bhaskar
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી
  • અમિતભાઈ શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી અર્પણ કરાશે
  • વિજય રૂપાણી, સી.આર.પાટીલ, પ્રદીપસિંહ હાજર રહેશે

વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજ રાજકુમાર મહારાજના આશીર્વાદ અને નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં રૂપિયા 7 કરોડના ખર્ચે 29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાનું આયોજન છે. તેમાંથી એક પ્લાન્ટ કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થાપવામાં આવનાર છે. આ અંગેની માહિતી કપડવંજના મામલતદાર જય પટેલ કે જેમની રજૂઆતથી આ પ્લાન્ટને શર્માજીની ભલામણ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો તેમના જણાવ્યાનુસાર ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી અર્પણ કરવામાં આવનાર છે.

YOUના સંસ્થાપક અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહેનાર છે. ઉપરોક્ત ઓક્સિજન પ્લાન્ટ આજે ગુરવારે 10 હજાર લિટર ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જે કોરોનાના દર્દીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ અને ઉપયોગી સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, ભાદરણ, વિદ્યાનગર, જરોદ, સુરત, નવસારી, ભાવનનગર તથા જુનાગઢ ખાતે 10 હજાર લીટર ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવતો એક એમ કુલ 9 ટનના ઓક્સિજન પ્લાન્ટ 2 કરોડના ખર્ચે લોકાર્પિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...