તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ચોમાસામાં પાણી ભરાતા રોડ પરના ગામો તાલુકાથી વિખુટા પડી જાય છે

કપડવંજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજના દાણા-અનારા રોડ પરના ગરનાળામાં

કપડવંજના દાણા અનારાના સ્ટેટ રોડ પર કપડવંજથી દક્ષિણ તરફ આવેલ રેલવે ગરનાળામાં ચોમાસામાં ખૂબ જ પાણી ભરાઈ જતા આ રસ્તા ઉપર આવેલ ગામો તાલુકાથી વિખુટા પડી જાય છે. આ અંગે સતત બે વર્ષથી દાણા અનારા રોડ પરના આવેલ ગામોના સરપંચો અને આગેવાનો દ્વારા સરકારમાં અને રેલ્વે વિભાગમાં પ્રાંત અધિકારી અને મામલતદાર તાલુકા પંચાયતના તમામ અધિકારી એન્જિનિયરોને રજૂઆત કરતા આવ્યા છે.

દાણા ના પૂર્વ સરપંચ વિજયભાઈ પટેલે રેલવે સત્તાવાળાઓને પણ જાણ કરી છે આ રજૂઆત સંદર્ભમાં ગત વર્ષે આ જગ્યાએથી જે સર્વે નંબરમાં પાણીનો રસ્તો બંધ કરવામાં આવેલ છે તેની ઈન્સેટની મદદથી વર્ષો જૂની તસ્વીરો કઢાવી રેલવે વિભાગના એન્જિનિયર ગામના આગેવાનો અને જમીન માલિક સાથે બેઠક કરી પાણીના નિકાલ માટે ચર્ચા વિચારણા કરી પાઇપ લાઇન નાખવાની વાત કરવામાં આવેલ હતી અને કામગીરી ચાલુ કરવાની બાંહેધરી આપવામાં આવેલ હતી તેમ છતાં હજુ સુધી આ કામગીરી કરવામાં આવેલ નથી. હવે ચોમાસાની સિઝન ચાલુ થવાની તૈયારીમાં છે. ત્યારે સત્તાધિકારીઓ પ્રિ-મોન્સૂન કામગીરીમાં કરશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...