તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ખેડા જિલ્લા પંચાયતમાં સત્તાધારી BJPના સભ્યોના જ કામો થતા નથી

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામોની યાદી આપવા છતાં અધિકારીઓ ગાંઠતા નથી

ખેડા જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષ ભાજપના સભ્યોના કામો નહીં થતા હોવાની બમ ઉઠી છે. સભ્યો દ્વારા લેટરહેડ પર લખીને કામો પૂર્ણ કરવા સુચનાઓ આપવામાં આવતી હોવા છતાં અધિકારીઓ કામો નહીં કરતા હોવાની ફરીયાદો ઉઠી છે.

ખેડા જિલ્લામાં ચોમાસુ ગમે ત્યારે બેસશે તેવી શક્યતા છે. જેના પગલે જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા તેમના મત વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરી માટે પંચાયત વિભાગમાં જાણ કરવામાં આવી છે. પરંતુ પંચાયતના કર્મચારીઓ અને અધિકારીઓ ચૂંટાયેલા સભ્યોની ફરીયાદો સામે આંખ આડાઈ કાન કરતા હોવાની ફરીયાદો ઉઠી છે.

જિલ્લા પંચાયતમાં મુખ્ય દંડક પ્રિવણસિહ રાઠોડે જણાવ્યું હતું કે ચોમાસુ માથા પર છે. અને તેમના મત વિસ્તારમાં યાત્રાધામ લસુન્દ્રા અને ફાગવેલ જેવા વિસ્તારો આવે છે. આ બંને ગામોની આસપાસ પ્રિમોન્સૂન કામગીરીના ભાગ રૂપે કાંસ સફાઇ કરવાની કામગીરી કરવી જરૂરી છે. પરંતુ પંચાયતના અધિકારીઓ તેમની વાત જ સાંભળતા નથી. પંચાયતના સભ્યો દ્વારા પોતાના વિસ્તારના જરૂરી કામોની યાદી તૈયાર કરીને મૂકવામાં આવે છે. પરંતુ અધિકારીઓ દ્વારા મનમાની કરાતા કામો લેવાતા નથી.

ચૂંટાયેલા સભ્યએ એકસચેન્જના રૂમમાં જઇ શુ કર્યું?
જિલ્લા પંચાયતના સુત્રો તરફથી મળતી વિગતો મુજબ સોમવારે એક ચૂંટાયેલા સભ્ય પોતાના વિસ્તારના કામની રજુઆત બાબતે માર્ગ અને મકાન વિભાગના એક્સચેન્જ અધિકારી શર્માના કેબીનમાં ઘૂસી ગયા હતા. જ્યા અંદર જઇ તેઓએ એક્સચેન્જ અધિકારીનો મોબાઇલ ઝૂંટવી લઇ તેઓને ખુબ ખરી-ખોટી સંભળાવી હતી. મામલો એટલો ગરમાયો હતો, કે જિલ્લા પંચાયતમાં ખળભળાટ મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...