ચૂંટણી પરિણામ:કપડવંજમાં સરપંચના મહિલા ઉમેદવારની સીમંત વિધિ બીજી બાજુ સરપંચપદે વિજય

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલકાબેને BA Bed., MSW સુધીનો અભ્યાસ કર્યો છે

કપડવંજના આંબલીયારા ગામના અલકાબેન ચિરાગભાઈ પંડ્યા ટૂંક સમયમાં માતૃત્વ ધારણ કરનાર છે અને તેઓ આંબલીયારા ગ્રામ પંચાયતના આજરોજ સરપંચ પદે ચૂંટાઈ આવ્યા છે. આમ એક સાથે બેવડી ખુશી મળી છે. કપડવંજ તાલુકાના ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવારની અનુસૂચિત જાતિ મહિલા સીટ હતી. જેમાં અલ્કાબેન ચિરાગભાઈ પંડ્યા ઉંમર વર્ષ આશરે 26 બીએ બી.એડ. એમ.એસ.ડબલ્યુ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ સરપંચપદે ઉમેદવારી નોંધાવી હતી.

આજરોજ મતગણતરીમાં આંબલીયારા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અલકાબેને 1222માંથી 688 મત મેળવી 386 મતથી વિજયી બન્યા છે અને તેમના હરીફ ઉમેદવારને 302 મત મળ્યા હતા. આંબલીયારા ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકે વિજેતા બનનાર અલકાબેન પંડ્યા કપડવંજ તાલુકામાં થી સૌથી વધુ શિક્ષિત સરપંચ હોય તેમ દેખાઈ રહ્યું છે. જોગાનુજોગ ચૂંટણી જાહેર થતાં પહેલા અલકાબેનના શ્રીમંતની તારીખ આજની નક્કી થઈ હતી તેથી તેઓની આજે શ્રીમંતની વિધિ યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...