ચોરી:અંતિસરમાં ઘર આંગણેથી તસ્કર બાઈક ઉઠાવી ગયો

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંતિસરમાં મલકાણા પાંખીયા હાઈ-વે રોડ પાસે બાઈક ચોરીની ઘટના સામે આવી હતી. જે મામલે કપડવંજ રૂરલમાં ફરિયાદ નોંધાઈ છે. સેજલબેન બિહોલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ મલકાણા પાંખીયા હાઈ-વે રોડ પાસે રહે છે. તારીખ 10 સપ્ટેમ્બરના રોજ તેમના પતિ સવારના દશેક કલાકે પ્રવાસમાં ગયા હતા અને તેમના માતા-પિતા અને માસી ઘરે હાજર હતા. આ દરમિયાન તેમનું બાઈક ઘર આંગણે પાર્ક કરેલું હતું.

રાતના 11 વાગ્યે તેઓ જમી પરવારીને સૂઈ ગયા હતા. જે બાદ રાતના બે વાગ્યે ઉઠીને જોતા તેમનું બાઈક ઘરની બહાર જોવા મળ્યું નહોતું. એટલે તેમને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતી હતી. પરંતુ આજદિન સુધી બાઈકની કોઈ માહિતી મળી નથી. એટલે તેમને ગતરોજ કપડવંજ રૂરલ પોલીસ મથકે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તેમની બાઈક નં જીજે 07 ઈ.બી 7850ની કિંમત 45000 ગણીને અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...