મહામારીમાં મહાઉપાધિ!:કપડવંજના ગામડાંના વિદ્યાર્થીઓને ભણવું હોય તો ગામ બહાર જવું પડે!

કપડવંજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્કના ધાંધીયાના કારણે વિદ્યાર્થીઓનો બગડતો અભ્યાસ

કપડવંજના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે વિકાસને માઠી અસર પડી રહી છે. તેમાંય હવે તો પાયાની એવી શિક્ષણની સુવિધા નામ માત્ર રહી છે. તાલુકાના ગામડાંમાં મોબાઇલ નેટવર્ક ન આવવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. હાલત એટલી ગંભીર છે કે, અભ્યાસ કરવો હોય તો ગામ છોડવું પડે. આ બાબતે સરપંચો પણ રજુઆત કરી થાકી ગયાં છે.

ગાડીયારા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ પરમારના જણાવ્યા મુજબ, ગાડીયારા તથા આજુબાજુના લીલવા, જરમાળા, વાસણા, દાણા, અંકલાઈ, તંથડી, ભદ્રકાળી બાવાનો મઠ, હિરાપુરા જેવા ગામોમાં છેલ્લા છ માસથી મોબાઇલમાં કોઇ પણ કંપનીના નેટવર્ક પુરા આવતા નથી. આકસ્મિક કારણોસર આવી પડતા કામ પણ થતા નથી. આજુબાજુના ગામોની અંદાજે ત્રણ હજાર જેટલી વસ્તીને મોબાઇલ નેટવર્ક પુરા ન આવતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે. પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને શિક્ષકો ઓનલાઇન લીંક મોકલે છે, પરંતુ નેટવર્ક પૂરું ન આવતા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. ગાડીયારા પ્રાથમિક શાળામાં અંદાજે 150થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...