તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી માટે વલખાં:કપડવંજમાં મોટરપંપ બગડી જતાં ચાર દિવસથી પાણી માટે વલખાં

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામ પૂર્ણ થયે પાણી પુરવઠો મળતો થઇ જશેઃ નગર પાલિકા

કપડવંજની હાલની 58 હજારની વસ્તીને પાલિકા દ્વારા 17 ઝોનમાં આંતરે દિવસે એક કલાક પીવાનું પાણી પૂરું પાડે છે. પરંતુ 13જૂન રવિવાર સાંજથી વેણીપુરા પંપીંગ સ્ટેશનની મોટર પંપ બગડી જતા કપડવંજના નગરજનોને છેલ્લા ચાર દિવસથી પાણી પુરવઠો મળતો નથી. ચાર દિવસ થયા છતાં પાણી ન મળતા નગરજનો ભારે હાલાકીઓનો સામનો કરી રહ્યા છે.

હાલ વેણીપુરા પમ્પ સ્ટેશનમાં મોટર રીપેરીંગનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. કપડવંજ પાલિકાના સદસ્યોએ પણ વેણીપુરા પંપીંગ સ્ટેશન પર મોટર રીપેરીંગના કામની ચકાસણી કરી વહેલું રીપેરીંગ થાય તેવો પ્રયાસ હાથ ધર્યો હતો અને પાલિકા દ્વારા પાણીની ટેન્કરો પણ વિવિધ વિસ્તારોમાં પહોંચાડી હતી. આ અંગે કપડવંજ પાલિકાના પ્રમુખ મોનિકાબેન પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વેણીપુરા પંપીંગ સ્ટેશનમાં મોટર રીપેરીંગનું કામ દિવસ અને રાત ચાલુ રાખી આજે સાંજ સુધીમાં રીપેરીંગ કામ પૂર્ણ થશે અને પાણી પુરવઠો ક્રમશઃ મળતો થઈ જશે જે નિયમિત થતા બે થી ત્રણ દિવસ લાગશે.

અન્ય સમાચારો પણ છે...