તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ સમસ્યા:કપડવંજમાં અનિયમિત વીજ પુરવઠાથી ખેડૂતોને હાલાંકી, અમુક વખતે રાત્રે 12 કલાકે વીજળી આવે

કપડવંજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકામાં કોસમ ખાતે એમ.જી.વી.સી.એલ.ના ફીડરમાં આવતા કોસમ, ધોળાકુવા, જીતપુર, ફતેપુરા, વાઘાવત ગામો અંદાજીત  60થી 70  જેટલા બોર આવેલા છે. છેલ્લા 20 દિવસથી વીજળી  મનફાવે તેવા સમયે અપાય છે. અત્યારે રાત્રે 11-30 થી 7-30 કલાકે આપવામાં આવે છે. તેના લીધે ખેતી કરતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. આમાં અમુક વખતે રાત્રે 12 કલાકે વીજળી આપે છે. આમ અનિયમિત વીજળી સપ્લાય થતા ખેડૂતોમાં મુશ્કેલી વધી જાય છે તેમ કોસમ ગ્રામ પંચાયતના સરપંચ કિશનસિંહ ડી ઝાલાએ  જણાવ્યું હતુ. તેમજ અગાઉનો રાત્રે 9-30 નો ટાઈમ રાખવાની માગકરી છે.

અન્ય સમાચારો પણ છે...