કોરોના ઇફેક્ટ:લોકડાઉનના લીધે આજીવિકાથી વંચિત પ્રજાજનોને સહાય કરો, કપડવંજ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

કપડવંજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા છેલ્લા 55 દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ધંધા ઉદ્યોગ સંપૂર્ણ બંધ છે, ગરીબ અને મધ્યમ વર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ હોવાના કારણે આટલો લાંબો સમય નિરવાહ કરવાનું કપરું બન્યું છે. પ્રજાજનો પાસે જે કાંઈ બચત થઇ હતી તે પણ સંપૂર્ણપણે ખર્ચાઈ ગઈ છે. આ અંગે સહાય કરવા માગણી ઉઠી છે. 

કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, કપડવંજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્રમાં વિવિધ માંગણી કરી રજૂઆત કરી જણાવ્યું છે કે, ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારોને રહેઠાણ પાણી, વેરા અને મિલ્કત વેરા માફ કરવામાં આવે. નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા તેમજ ખાનગીો શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે. વર્તમાન સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડવી તે માટે સરકારી યોજનાઓમાં સૌને સહાય પૂરી પાડવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...