વતન વાપસી:રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ શરૂ થતાં 7 માસમાં જ વતન પરત ફરવું પડ્યું

કપડવંજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે 1 વર્ષ ઘરેથી અભ્યાસ કર્યો, સ્થિતિ સામાન્ય બનતા યુક્રેન ગયો
  • અભ્યાસ અધૂરો​​​​​​​ ન રહે તે અંગે સરકાર યોગ્ય નિર્ણય લે તે જરૂરી

ડોક્ટર બનાવના સ્વપ્ન સાથે યુક્રેન અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ યુધ્ધગ્રસ્ત સ્થિતિને કારણે હવે પરત ફરી રહ્યા છે. ત્યારે કપડવંજના અંતિસરમાં રહેતા સામાન્ય પરિવારમાંથી ડોક્ટર બનવા યુક્રેન પહોંચેલ વિદ્યાર્થી પણ પરત ફર્યો છે. મહંમદ રમીજ મલેક એમબીબીએસનો અભ્યાસ કરવા 3 વર્ષ અગાઉ યુક્રેન ગયો હતો.

કોરોનાકાળમાં અંદાજે 1 વર્ષ વતન અંતિસરથી ઓનલાઇન શિક્ષણ મેળવી સ્થિતિ સામાન્ય બનતા સાત માસ અગાઉં બાકીનો અભ્યાસ અર્થે રમિજ યુક્રેન પહોચ્યો હતો. જ્યા રશિયા સાથે યુધ્ધ શરૂ થઈ જતા ફરી પાછુ પરત વતન ફરવુ પડ્યું છે.

રમીજ યુક્રેનની બુકુવીનીયા ખાતેની સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. યુક્રેન થી ભારત પરત આવેલ મહંમદ રમીજે જણાવ્યું હતું કે યુક્રેનમાં અમારી હોસ્ટેલથી બસ દ્વારા રોમાનિયા બોર્ડર સુધી કોલેજના ડીન લઈ ગયા હતા. પણ રોમાનિયા બોર્ડર ક્રોસ કરવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. બોર્ડર ક્રોસ કરવા 24 કલાક સુધી સતત ખડે પગે માઇનસ 3 ડિગ્રીમાં ખાધા-પીધા વગર ઊભા રહ્યા હતા. અંતે રોમાનિયા બોર્ડર ક્રોસ કરી દીધી અને રોમાનિયામાં ભારત એમ્બેસી દ્વારા સારી સગવડ આપવામાં આવી હતી. અમને સ્પોર્ટ્સ ક્લબમાં રાખ્યા હતા, જયા ખાવા-પીવાની તમામ વ્યવસ્થાઓ હતી.

ભારત સરકારના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા બોર્ડર ઉપર હાજર હતા અને અમને ભારત સરકારના ઓપરેશન ગંગા મિશન હેઠળ ઈન્ડીગો ફલાઈટ દ્વારા દિલ્હી ખાતે લાવ્યા હતા. આ વિદ્યાર્થીઓ ભારતીય સમય મુજબ ગુરૂવારના રાત્રે 10.45 કલાકે રોમાનિયા બોર્ડરથી ઈન્ડિગો ફ્લાઈટમાં દિલ્હી પરત ફર્યા હતા. અને સવારે 8:30 કલાકે દિલ્હી પરત ફર્યા હતા. દિલ્હીથી તા.5ના સાંજના ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. આમ ભારત સરકારના પ્રયત્નોથી અમે વિદ્યાર્થીઓ વતન પરત ફયૉ, જ્યા અમારા પરિવારને જોતા જ અમારી અને પરિવારજનોની ખુશીનો કોઈ પાર નથી.

રમિજ સામાન્ય પરિવારનો વિદ્યાર્થી છે
અંતીસરના મોહમ્મદ રમીજ મલેકના પરિવાર માં તેના પિતા જાકીરમિયા મલેક ટેમ્પો ડ્રાઇવર છે. તેની માતા રહેનાબાનું મલેક જેઓ આશા વર્કર તરીકે ફરજ બજાવે છે, અને ત્રણ બહેનો છે. જેમાં એક બેન પરણીત છે. અગત્યની બાબત એ છે કે મહંમદ રમીઝ મલેકની બહેન અસ્માબાનુનું લગ્ન આગામી માર્ચ મહિનાની 27 તારીખે યોજાનાર છે.

યુદ્ધ લાંબુ ચાલશે તો 18 હજાર વિદ્યાર્થીઓનું ભાવિ મુશ્કેલીમાં
જો યુદ્ધ બંઘ થાય તો ફરીથી અમે યુક્રેન જઈને અભ્યાસ કરીશું. પણ જો યુદ્ધ લાંબુ ચાલે તો અભ્યાસ થઈ શકશે નહીં અને ભારતના કુલ 18 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. ભારત સરકાર અમારા વિદ્યાર્થીઓના હિતમાં અમારો અભ્યાસ અધૂરો ન રહે એ માટે યોગ્ય નિર્ણય કરે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...