માતૃભૂમિ માટે બલિદાન:હરીશસિંહે દેશ માટે શહાદત વહોરી એનું ગર્વ છે, ભલે મેં મારો પુત્ર ગુમાવ્યો : પિતા

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હરીશસિંહના માતા-પિતા અને ભાઇ શોકમાં ગરકાવ. - Divya Bhaskar
હરીશસિંહના માતા-પિતા અને ભાઇ શોકમાં ગરકાવ.
  • માત્ર 5 વર્ષની નોકરીમાં જવાને દેશ માટે બલિદાન આપ્યું
  • ફેબ્રુઆરીમાં​​​​​​​ હરીશસિંહના લગ્ન લેવાના હતા, પરંતુ તે પહેલા તે શહીદ થયા

કપડવંજ તાલુકા ના વણજારીયા ગામના જવાને દેશ માટે શહીદી વહોરી. જેઓની શહાદતને ગઈકાલે 50 હજાર કરતા વધુ લોકો એ સલામી આપી. હરીશ સિંહ નો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો, પરંતુ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા તેમના પિતા એ ઘણી વાતો કરી હતી. દીકરાના લગ્ન કરાવવા દરેક પિતાની ઈચ્છા હોય છે, પરંતુ હરીશ સિહના લગ્ન થાય તે પહેલા જ તેઓ દેશ માટે શહીદ થતા તેમના પિતાના મનમાં દુઃખ અને ગૌરવ એમ બંને લાગણી ઓ એક સાથે જોવા મળી હતી. મહત્વની વાત છેકે વર્ષ 2016માં હરીશ સિંહ કોલેજનો અભ્યાસ અધૂરો છોડી આર્મીમાં જોડાયા હતા.

હરીશ સિહની અંતિમ યાત્રામાં ઉપસ્થિત વિશાળ જનમેદની લાગણી અને સહાય આપી તે બદલ શહીદના પિતા રાઘાભાઈ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો. રાઘાભાઈએ જણાવ્યું હતું કે તમામ લોકો જે મારા દુઃખમાં સહભાગી થયા છે તેમનો હું આભાર વ્યક્ત કરૂં છું. પુત્ર હરીશસિંહે દેશ માટે શહાદત વહોરી છે એનું મને ગર્વ છે, ભલે મેં મારો પુત્ર ગુમાવ્યો પણ વણઝારીયા ગામ સહિત કપડવંજ અને ગુજરાતનું નામ રોશન કરી રાષ્ટ્રીય બલિદાન આપ્યું છે. તેઓએ જણાવ્યુ હતુ કે હરિસિંહના લગ્ન રજા મળે તો ફેબ્રુઆરીમાં લેવાના હતા. પરંતુ પરમાત્માએ જે કર્યું તે ખરું. રાઘાભાઈએ પોતાના ગામ માટે ખાસ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે અમારા વણઝારીયા ગામનું નામ રોશન થાય એવું કંઈક સરકાર કરે તેવી માગણી છે.

શહીદ હરીસિંહની પ્રતિમા મુકવા ધારાસભ્યની માંગ
વણજારીયાના શહીદની પ્રતિમાં મુકવા માટે કપડવંજના ધારાસભ્ય કાળુસીહ ડાભીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરની સરહદે આંતકવાદીઓ સાથેની અથડામણમાં જવાન શહીદ થયા છે. શહીદ વીર હરિશસિંહ પરમારની કાયમી સ્મૃતિ માટે કપડવંજના પાંખીયા ચોકડી ઉપર પુરા કદની પ્રતિમા મુકવા તથા તેઓના પરિવારને કેન્દ્ર કે રાજ્ય સરકારના નીતિ નિયમ મુજબ મહત્તમ સહાય પૂરી પાડવા તેઓએ માંગ કરી છે. પરિવારના એક સદસ્યને સરકારી નોકરી અપાય તેમ તેઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...